નવી દિલ્હી/ચંદીગઢ:હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે મંગળવારે સપાટી 2061 મી હતી, જે ભયજનક સપાટીથી દોઢ મીટર ઉપર છે 1978 બાદ યમુના પહેલી વાર આ સપાટીએ છે 1978માં જળસપાટી 20749 મી સુધી પહોંચી હતી જળસપાટી વધતાં 41 વર્ષ બાદ દિલ્હીમાં પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે લોખંડના પુલ પર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે નીચાણવાળા વિસ્તારોમાંથી 10 હજાર લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે બીજી તરફ પંજાબ-હરિયાણાના 8 જિલ્લાનાં 180 ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે