પાલનપુરઃ બાવલામાં પ્રેમીને પામવા ખિમાણાની અસ્થિર મગજની શારદાબેન રાવળ નામની મહિનાની હત્યા કરી લાશ સળગાવી દેવાના કેસમાં ચાર દિવસના રિમાન્ડ પર રહેલી ભીખી ઉર્ફે ભાવના રાઠોડ, તેના પ્રેમી વિજુભા દરબાર અને તેના બે મિત્રો સહિત ચારે જણાના રિમાન્ડ સોમવારે પૂરા થાય છે પોલીસ તમામને બાવલા અને ખીમાણા ગામે લઇ જઇ સ્થળ તપાસ કરી હતી અને મામલામાં પરિજનોના નિવેદનો લીધા હતા જેમાં ભીખીબેનના જેઠાણી ગોમતીબેન પંચાલે જણાવ્યું કે "ભીખીને નાસી જવું હતું તો આવું નહોતું કરવું, તેને યશ નામનો બાબો છે રાત્રે જ્યારે યસ રોવા લાગ્યો ત્યારે ભીખી દેખાઇ નહીં અને પંચાલવાડામાં મોઢું બળેલી ભીખીની લાશ મળી હતી આખું ઘર તબાહ થઇ ગયું, હવે એ 14 વર્ષ બાદ જીવતી નીકળી’