નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના વિવિધ શહેરોમાં પ્રદર્શન ચાલી રહ્યું છે ગુરુવારે ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠનોએ કર્ણાટક, બિહાર સહિત દેશના અન્ય રાજ્યોમાં બંધની જાહેરાત કરી હતી આ દરમિયાન બિહારના દરભંગામાં માકપા કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો આજે કર્ણાટકના કલબુર્ગીમાં તમામ શાળા કોલેજો બંધ રહેશે બંધને ધ્યાનમાં રાખતા કર્ણાટકમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે બેંગલુરુ સહિત ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસ (21 ડિસેમ્બરની રાત સુધી) કલમ 144 લાગુ રહેશે મોબાઈલ નેટવર્ક કંપની એરટેલના જણાવ્યા પ્રમાણે, સરકારે તેમને દિલ્હીના ઘણા વિસ્તારોમાં વોઈસ, SMS, ઈન્ટરનેટની સુવિધાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે