રાજકોટ: રાજકોટની જીવાદોરી સમાન આજી 1 ડેમ ઓવરફ્લો થયો છે ડેમની 29 ફૂટની સપાટી છે 4 વર્ષ બાદ વરસાદી પાણીથી ડેમ ઓવરફ્લો થયો છે 2015માં ભારે વરસાદના પગલે આજી 1 ડેમ ઓવરફ્લો થયો હતો 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌની યોજના મારફત આજી 1 ડેમમાં પાણી ઠાલવી ઓવરફ્લો કરવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો છે આ નજારો જોવા લોકોના ટોળા ઉમટ્યા છે ડેમ ઓવરફ્લો થતા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આજી 1 ડેમ 15મી વખત ઓવરફ્લો થયો છે