આણંદ: મધ્યપ્રદેશ, પંચમહાલ સહિતના વિસ્તારમાં બે દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદને પગલે મહીસાગર નદીના 10 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં કડાણા ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડાતા વણાંક બોરી ડેમમાં પાણીની આવક વધી જવા પામી હતી વણાંકબોરી ડેમની 242 મીટર ભયજનક સપાટી છે, તેની સામે 232 એ પહોંચતાં વ્હાઈટ સીગ્નલ જાહેર કરાયું છે વણાંકબોરીમાંથી મહીસાગરમાં લાખો ક્યુસેક પાણી છોડાતાં 14 વર્ષ બાદ મહીસાગરનું નદીનું લેવલ વાસદ પાસે પણ વધી ગયું છે