સુરતઃ વાપીના છીરી વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સની દુકાનના ગ્રીલો તોડી તસ્કરો રાત્રિ દરમિયાન અંદર પ્રવેશી ગયા હતા સોના, ચાંદી અને અન્ય મિશ્ર ધાતુઓની ચોરી કરતા તમામ અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી જોકે, તાત્કાલિક ઠેરઠેર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી દરમિયાન નેશનલ હાઇવે નં 48 ઉપર ઠંડીને લઈને તાપણું કરવા બેઠા હતા અને પોલીસ આવી જતા આરોપીઓ 70થી 80 ટકા મુદ્દામાલ અને એક બાઇક છોડીને ફરાર થઇ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું