રાજકોટ:શહેરના હાર્દસમા ધર્મેન્દ્ર રોડ પર તસ્કરોએ ત્રાટકી ડ્રેસવાલા શો-રૂમને નિશાન બનાવી 8 લાખની રોકડની ચોરીને અંજામ આપ્યો હતો શો-રૂમની પાછળ આવેલા કોમ્પ્લેક્ષમાંથી શો-રૂમના ત્રીજા માળે ઉતરી તસ્કરો અંદર પ્રવેશી એક મહિનાની કમાણી ઉઠાવી ગયા હતા બનાવની જાણ થતા એ ડિવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો શો-રૂમમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો કેદ થઇ ગયા હોય અને જાણભેદુ હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે