મોરબી: મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલી કૈલાશ પાનની પાસે પાર્ક કરેલી કાર પાસે બે શખ્સ આવી પહોંચ્યા હતા અને કારનો કાચ તોડી પાછળની સીટમાં રૂ 2 લાખ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ આરજેચૌધરી સ્ટાફનાં દોડી ગયા હતા અને મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દીધી હતી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી પોલીસે સીસીટીવી કેમેરાનાં આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા