સુરતઃઈચ્છાપોર રોડ પર આવેલી કોર્પોરેશન બેંકના એટીએમને ગેસ કટરથી કાપી 14 લાખની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે, ઈચ્છાપોર રોડ પર કોર્પોરેશન બેંક આવેલી છે અને બાજુમાં એટીએમ છે આ એટીએમને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગેસ કટરથી કાપી 14 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે