આણંદ: બળિયાકાકા માર્ગ પર વી પટેલ આંગડિયા પેઢીની ફ્રેન્ચાઇઝી ધરાવતા લાંભવેલના પિતા-પુત્ર પાસેથી 2 લૂંટારુ રોકડા રૂ 45 લાખ ભરેલો થેલો ઉઠાવી રફૂચક્કર થઈ ગયા હતા ગુરુવારે સવારે પિતા-પુત્ર બુલેટ પર ઘરેથી પેઢીએ જઈ રહ્યા હતા ત્યારે લાંભવેલ રોડ પર પેટ્રોલ પમ્પ પાસે લૂંટની ઘટના બની હતી આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે શહેર અને જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારુઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં