રાજકોટ: શહેરના માલવીયા પોલીસ સ્ટેશન પાસે આજે સાંજે 7:15 વાગ્યા આસપાસ આંગડીયા પેઢીના એક કર્મચારી પર ખંજવાળનો પાવડર છાંટી કર્મચારીની નજર ચૂકવી બે ગઠિયા 12 લાખથી વધુની લૂંટ કરી ગયાની ઘટના બની છે આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જકોટમાં માલવીયા પોલીસ સ્ટેશન પાસે આંગડીયા પેઢીના કર્મચારી મહેશ વસાણીએ રૂપિયા 12 લાખ ભરેલો થેલો ટુ-વ્હિલર પર મુક્યો હતો આ દરમિયાન પહેલેથી રેકી કરી રહેલા ગઠિયાઓએ મહેશ વસાણીને વાસાના ભાગે ખંજવાળનો પાવડર છાટ્યો હતો જો કે તેની અસર ન થતા બીજીવાર ખંજવાળનો પાવડર છાટ્યો હતો અને એક ગઠિયાએ વસાણીને વાતમાં વ્યસ્ત રાખી રૂપિયા 12 લાખ ભરેલો થેલો લઇ અન્ય ગઠિયો ફરાર થઇ ગયો હતો ઘટના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે