પાટણ: પાટણમાં મંગળવારે બપોરે સાડા ત્રણ કલાકના સુમારે રેલવે ગરનાળા નીચે આંગડીયા કર્મચારીની આંખમાં મરચું નાખીને રીવોલ્વરની નાળીએ તેની પાસેનો રૂ 664 લાખના હીરા અને રોકડ રકમ ભરેલા થેલાની બાઇક પર આવેલા બે શખ્સો લુંટ ચલાવી પળવારમાં છુમંતર થઇ જતાં સનસનાટી મચી જવા પામી હતી અચાનક બનેલી ઘટનામાં આસપાસના લોકોએ પીછો કર્યો હતો પણ બાઇક સવાર આનંદ સરોવર રોડ પર ભાગી છૂટ્યા હતા જેમાં પોલીસને જાણ થતાં જ તપાસની દોડધામ આરંભી હતી