રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ડિસમીસથી ફોરવ્હિલના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે આ ગેંગના ત્રણ સભ્યો પોતાની પાસે રહેલી કાર લઇને સોસાયટીમાં આવતા અને પાર્ક કરેલી ગાડીના કાચ ડિસમીસથી તોડી અંદરથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરતા હતા આ ગેંગમાં અહેમદ ઉર્ફે લદન જમીલ ખાન (રહે મહારાષ્ટ્ર), મીનાઝ અહેમદ હુનરેકર (રહે મહારાષ્ટ્ર) અને જમીલ મહમદ કુરેશીનો સમાવેશ થાય છે પોલીસે આ ત્રણેય પાસેથી વેગનઆર કાર, ગોલ્ડન કલરની હોન્ડાસિટી કાર, ચોરી કરવાના સાધનો સહિત 2,00,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે પકડાયેલા ત્રણેય શખ્સો એકબીજા જૂના મિત્રો છે અને છેલ્લા 15 વર્ષથી ફોરવ્હિલ કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ચોરીઓ કરે છે