રાજકોટ: શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા કાર્તિકભાઇ વિજયભાઇ ચૌહાણ નામના વેપારીના ઘરમાં બે દિવસ પહેલા સવારના સમયે ભીખ માગવા નીકળેલી મહિલાને તક મળતા ઘરમાંથી રોકડ, મોબાઇલ અને ઘરેણાં મળી કુલ રૂ40 હજારની મતા ભરેલી બેગ ચોરી કરી ગઇ હતી સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હોય વેપારીએ પોલીસમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી ચોરીના બનાવને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે સીસીટીવી ફૂટેજ આધારે હાલ કણકોટના પાટિયા પાસેના નારાયણનગરમાં રહેતી અને મૂળ ચોટીલાના ખરગુંદા ગામની લીલુ ઉર્ફે લીલા ધીરૂ વાઘેલા નામની મહિલાને ઝડપી લીધી હતી