અમદાવાદ:અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં પીજીમાં ચોરીની કરતી મહિલાગેંગ સક્રિય બની છે સારા પહેરવેશમાં આ મહિલાઓ ઘરમાં ઘૂસીને હાથ સાફ કરે છે પીજીમાં રહેતા લોકો મોડી રાતે આવતા હોવાથી મકાનના દરવાજા ખુલ્લા રાખે છે, જેથી આ મહિલાગેંગ તેનો લાભ ઉઠાવે છે વસ્ત્રાપુરના એક પીજીમાંથી ચોરીની ઘટના સામે આવી છે