ગુંદલાવ ખાતે મુખ્ય રસ્તા પર આવેલી આવેલી દુકાનોના શટર તૂટ્યા હતાં તસ્કરોએ કપડાની અને મેડિકલ સહિતની દુકાનોના શટર હથિયાર વડે વચ્ચેથી ઊંચા કરી દઈને ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટનામાં આરોપીઓ CCTV કેમેરામાં કેદ થઈ ગયાં હતાંમુખ્ય રસ્તા ઉપર આવેલી દુકાનોના શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ રેડિમેડ કપડાની દુકાનમાંથી જીન્સના પેન્ટ અને શર્ટની ચોરી કરી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી રોડ ઉપર આવતા વાહનોના પ્રકાશથી આરોપીઓ સંતાવાનો પ્રયાસ કરતાં હતાં પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોને જોઈને તેના ઉપર પથ્થરમારો કર્યો હતો પોલીસ જવાનોએ પીછો કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતાંહાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે