સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલી ઓમ ફેશન નામની દુકાનના ગોડાઉન કેવલ ધનજી ઝાંઝડીયાનું છે જેમાંથી ગત 22મીની રાત્રિએ પ્રકાશ જયંતિભાઈ રાખોલીયા મૂળ રહે નાની મોણપરી તા વિસાવદર જી જૂનાગઢનાએ 88 નંગ ચણીયાચોળી જેની અંદાજે કિમત ત્રણ લાખથી વધુ સહિતના સામાનની ચોરી કરી હતી પ્રકાશની સાથે અન્ય બે અજાણ્યા ઈસમ પણ હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં નોંધાવ્યું છે લાખોની ચોરીમાં સંડોવાયેલો પ્રકાશ છેલ્લા કેટલાક દિવસથી ગોડાઉનમાં રહેતો હતોપ્રકાશ છેલ્લા દોઢ વર્ષથી પરિવારથી અલગ રહેતો હોવાનું અને કોઈ પણ પ્રકારના સંપર્કમાં ન હોવાનું પોલોસ તપાસમાં બહાર આવ્યું છેપ્રકાશ પહેલા સુરતની એક ડાયમંડ પેઢીમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છેપોલીસે હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે