વડોદરાઃપાદરાના લુણા ગામ પાસે આવેલી કુમાર ઓર્ગેનિક પ્રાલિ કંપનીના એકમના સૂચિત વિસ્તરણ માટે આજે GPCBના અધિકારી અને અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી જોકે ઉમરાયા, લુણા સહિતના ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો પ્રદુષણના કારણે પીવાનું પાણી દૂષિત થયું હોવાથી ગ્રામજનોએ પીવાના પાણીનું દૂષિત પાણીનું સેમ્પલ બોટલમાં લઈને વિરોધ પ્રદશન કરીને સૂત્રોચ્ચાર કર્યાં હતા