વડોદરાઃ સાવલી તાલુકાના ચંદ્રનગર ગામમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરોને લોકોએ ઢોર માર મારતા એક તસ્કરનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા સાવલી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચંદ્રનગર ગામમાં મંગળવારે મોડી રાત્રે 2 તસ્કરો ગામમાં ત્રાટક્યા હતા જોકે બંને તસ્કરો ગામ લોકોના હાથમાં આવી ગયા હતા જેથી ગામ લોકોએ બંને તસ્કરોને પકડને ઢોર માર માર્યો હતો જેથી પોલીસે બંને તસ્કરોની ધરપકડ કરી હતી અને ઇજાગ્રસ્ત બાલતમાં બંને તસ્કરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક ચોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી ધરી છે ચંદ્રનગર ગામમાં 15 દિવસ પહેલાં જ ચોરી થઇ હતી જેથી ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો