સુરતઃ પુણા વિસ્તારમાં કિશોરીની જાહેરમાં છેડતી કરનાર યુવકને લોકોએ ઢોર માર માર્યો હતો ભેગા થયેલા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલમાં કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી શાળામાં અભ્યાસ કરી પરત ફરતી દસથી બાર વર્ષની બાળકીની છેડતી કરતો હોવાનું બહાર આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જોકે, રોષે ભરાયેલા સ્થાનિકોએ આખરે યુવકને બેરહેમીપૂર્વક માર મારતા ભારે હોબાળો થયો હતો