નાગરિકતા સંશોધન કાયદા(CAA)વિરુદ્ધ 11 અને 12 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શનોના ઘણા દિવસો બાદ આસામમાં જનજીવનની ગાડી પાટા પર આવી ગઈ છે અહીંયા શાળા-કોલેજ, ઓફિસ અને દુકાનો ખુલી ગઈ છે ભીડભાડ વાળા વિસ્તારોમાં સરકારી અને ખાનગી બસો દોડી રહી છે ગુવાહાટી હાઈકોર્ટના આદેશ બાદ મોબાઈલ ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પણ ફરીથી શરૂ કરી દેવાઈ છે હવે લોકોની નજર સુપ્રીમ કોર્ટમાં 22 જાન્યુઆરીના રોજ CAAની માન્યતા અંગે થનારી સુનાવણી પર છે જો કે હાલ શહેરમાં વિવિધ સ્થળોએ દિવાલ પર ‘નો સીએએ’ના નારા લગાવાયેલા જોવા મળી રહ્યા છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન પણ થઈ રહ્યા છે ત્યારે એક નજરઆસામના ગ્રાઉન્ડ રિપોર્ટ પર