નાગરિકતા સંશોધન બિલનો પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે ગુરુવારે સવારે ફરીથી લોકોએ આ બિલનો વિરોધ કરતા કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું છે સેના શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહી છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું આસામના મારા ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું કે બિલ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી, તમારા હક છીનવાશે નહીં ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ આજે સુપ્રીમ કોર્ટમાં નાગરકિતા સંશોધન 2017 વિરુદ્ધ અરજી કરશે રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પાસ કરી દેવાયું હતું
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું તેમને કહેવા માંગીશ કે કોઈ તમારા અધિકારો, ઓળખ અને સંસ્કૃતિને નહીં છીનવી શકે કેન્દ્ર સરકાર બંધારણની સુરક્ષા, ભાષા, સંસ્કૃતિ અને આસામની સંસ્કૃતિ અંગે પ્રતિબદ્ધ છે