નવી દિલ્હીઃદેશના ઉતરી અને પહાડી રાજયોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે સોમવારે હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પૂર્વી મધ્યપ્રદેશ સહિત 10 રાજયોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે હિમાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ અને ભૂસખ્લનથી 24 લોકોના મોત થયા છે જયારે 12 લોકોને ઈજા થઈ છે બીજી તરફ, ઉતરાખંડના ઉતરકાશીમાં વાદળ ફાટવાથી બે દિવસમાં 17 લોકોના મોત થયા છે સેનાના હેલિકોપ્ટર રાહત અને બચાવ અભિયાનમાં જોડાયા છે બીજી તરફ હિમાચલમાં રવિવારે ભારે વરસાદ અને ભૂસખ્લનથી 24 લોકોના મોત થયા છે