સુરતઃ લિંબાયત શાકભાજી માર્કેટમાં શનિવારે ઘોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક યુવકે 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો છતાં છેવટે તેણે દમ તોડી દીધો હતો દિન દહાડે હત્યાના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાયો છે યુવકના મૃતદેહ સાથે આજે પરિવારજનો સહિત સ્થાનિકોએ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી