સુરતઃનવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ શહેરની વિવિધ શાળાઓમાં ફી વધારાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાનગી શાળાઓમાં ફી વધારો ઝીંકાતા વાલીઓમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતનું નિર્માણ થયું હોવાથી મજૂરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને યોગ્ય તપાસ કરી આકરા પગલાં લેવાની માંગ કરી છે