સુરતઃ શહેરમાં કિન્નરોની વધી રહેલી દાદાગીરીને લઇને તમામ પોલીસ સ્ટેશનના હદમાં રહેતા કિન્નરોની તમામ માહિતી મંગાવવામાં આવી છે ગોડાદરા વિસ્તારમાં કિન્નરો દ્વારા હુમલામાં યુવકના મોતની ઘટના બાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે ગોડાદરા વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી સામે આવી હતી ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહેતા ગહેરીલાલના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને કિન્નરો તેમના ઘરે દાપુ લેવા પહોંચી ગયા હતાં 21000ના દાપુની માંગ સામે પિતા દ્વારા સાત હજાર આપ્યા બાદ કિન્નરોએ બેફામ વાણીવિલાસ કર્યો હતો ગેરિલા ઢોર માર મારી તેનું માથું દીવાલ સાથે અથડાવી દીધું હતું જેથી તેને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પિતાનું મોત થતા બે પુત્રી અને એક પુત્ર પિતા વિહોણા બન્યા હતા આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ત્રણ કિન્નરોની ધરપકડ પણ કરી હતી ત્યારબાદ પરિવાર નિરાધાર બનતા તેઓની સહાય માટે એક કિન્નર ગ્રૂપ સામે આવ્યો હતો અને તેઓના દ્વારા પીડિત પરિવારને 150 લાખની સહાય કરવામાં આવી હતી આ ઉપરાંત દિવાળીની ઉઘરાણીનો એક હિસ્સો પણ પરિવારને આપવાની જાહેરાત કરવામાં આવી હતી