સુરતઃ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ આરોપીઓની પુછપરછ દરમિયાન એકને પોલીસે ઢોર માર મારતાં બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું કાયદાના સંરક્ષકો દ્વારા જ કાયદો હાથમાં લઈને ગંભીર રીતે આરોપીને માર માર્યા બાદ પોલીસે ગુનો નોંધતાં પીઆઈ, પીએસઆઈ સહિતના સાત ખાખી ખાદીધારી દાદાઓ ફરાર થઈ ગયા હતાં પોલીસની રહેમનજરમાં ભાગી છૂટેલા આરોપીઓને બચાવવા માટે પોલીસ કામ કરતી હોય તેવો ગણગણાટ શરૂ થયો છે પોલીસ સ્ટેશનમાં જ બનેલી ગંભીર બેદરકારી સામે પડદો પાડવા પોલીસે ગંભીર આરોપીને સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડી દીધો છે