પાણી બચાવો કે જળ છે તો જીવન છેના અનેક સ્લોગન આપણે સાંભળતા જ હોઈએ છીએ પણ જ્યારે આ સૂત્રોને કોઈ જીવનમાં ઉતારીને તે દિશામાં કામ કરવા લાગે તો ચોક્કસ તેમને જળરક્ષક કહેવા પડે આજે આપણે વાત કરીશું અમરેલી જિલ્લાના સણોસરા ગામના જળરક્ષકોની કે જેમણે સરકારી મદદની રાહ જોયા વગર જ લોકભાગીદારી કરીને પાણી બચાવવા ચેકડેમ બનાવી દીધો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જળસંચય અભિયાનની અપીલની અસર હવે ગુજરાતના સણોસરા ગામમાં પણ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે સણોસરા ગામને ગ્રીન વિલેજ બનાવવા માટે ગ્રામવાસીઓએ કરેલો સંકલ્પ હવે ધીરે ધીરે સાર્થક પણ થઈ રહ્યો છે ગયા વર્ષે જ વૃક્ષો વાવો વરસાદ લાવોના સૂત્રથી પ્રેરાઈને કરેલા વૃક્ષારોપણ બાદ આ વર્ષે પણ ગામની મહિલાઓએ સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું જો કે માત્ર આટલેથી ના અટકતાં ગામલોકોએ પણ દેશમાં જોવા મળતી પાણીની વિકટ સમસ્યા જોઈને પાણી બચાવવા માટેનો નિર્ધાર કર્યો હતો પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે તેમણે ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરીને જાતે જ વિશાળ ચેકડેમ પણ બનાવી દીધો હતો તેમના આ ઉમદા કાર્ય માટે જોતજોતામાં જ 50 લાખ કરતાં પણ વધુ રકમ એકઠી થઈ ગઈ હતી તેમની આ અનોખી પહેલમાં ધોળકિયા ફાઉન્ડેશનના સવજીભાઈ ધોળકિયાએ પણ મશીનરી સહિત અન્ય સહાય કરી હતી જો કે ગામલોકોનો ઉત્સાહ જોઈને તેઓએ પણ ત્યાં જઈને શ્રમદાન કર્યું હતું સણોસરા ગામલોકોએ શરૂ કરેલી પાણી બચાવવાની આ અનોખી ઝૂંબેશ અનેક લોકોને આવું સરાહનીય કાર્ય કરવા માટે પ્રેરણા આપશે