તમિલનાડુમાં હિન્દુ મંદિરના નિર્માણ માટે અંકલેશ્વરમાં રહેતા મુસ્લિમ વેપારીએ 3 લાખ રૂપિયા દાન એકત્રિત કર્યું

DivyaBhaskar 2020-03-05

Views 1.1K

અંકલેશ્વરઃતમિલનાડુના ડીન્ડીગલ જિલ્લાના પરાઇ પટ્ટી ગામમાં હિન્દુઓની આસ્થાના પ્રતિક અંબાજી માતા અને ગણપતિ મંદિરના મંદિરના જીર્ણોદ્ધાર માટે મૂળ તમિલનાડુના અને 20 વર્ષથી અંકલેશ્વરમાં રહેતા મુસ્લિમ અબ્દુલ ખુદા મોહમ્મદ અલી સૈયદે ગુજરાતમાં રહેતા મુસ્લિમો પાસેથી 3 લાખ રૂપિયા દાન એકત્રિત કર્યું હતું અને મંદિરના જીર્ણોદ્ધાર માટે એકત્ર કરેલા 3 લાખ રૂપિયા મંદિરના પૂજારી વિજય કુમારજી આપ્યા હતા પોતાના માદરે વતનમાં વસતા હિન્દુઓ ભાઇઓની આસ્થાના પ્રતિક સમા મંદિરના જીર્ણોદ્ધાર માટે મુસ્લિમ બિરાદરોએ આપેલુ આ દાન કોમી એકતાના દર્શન કરાવે છે
પૂજારીએ મંદિરના જીર્ણોદ્ધારની વાત મુસ્લિમ મિત્રને કરી
તામિલનાડુના ડીન્ડીગલ જિલ્લાના પરાઇ પટ્ટી ગામમાં જૂના અંબાજી માતા અને ગણપતિના મંદિરના જીર્ણોદ્ધાર કરવાનો હતો આ જીર્ણોદ્ધાર માટે ગામથી બહાર રહેતા લોકો પાસેથી પણ દાન ઉઘરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરાઇ પટ્ટી ગામમાં મુસ્લિમોની વસ્તી ખુબ જ ઓછી છે અને ત્યાંના મુસ્લિમો ધંધા-રોજગાર માટે વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે મંદિરના પૂજારી વિજય કુમારજીએ આ મંદિરના જીર્ણોદ્ધારની વાત પોતાના મુસ્લિમ મિત્ર અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદને કરી હતી તેઓ છેલ્લા 20 વર્ષથી અંકલેશ્વરમાં રહે છે અને વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે
મુસ્લિમ વેપારીએ 3 લાખ રૂપિયા એકત્ર કર્યાં
અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદે હિન્દુ મંદિર માટે દાન એકત્રિત કરવા માટે બીડું ઝડપી લીધુ હતું અને ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ રહેતા પરાઇ પટ્ટી ગામના મુસ્લિમોનો સંપર્ક કરીને દાન માટે અપીલ કરી હતી અને જોતજોતામાં 3 લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદે આ રકમ મંદિરના જીર્ણોદ્ધાર માટે મંદિરના પૂજારી વિજય કુમારજી આપી હતી
મંદિરના નિર્માણમાં મદદરૂપ થયા તેનો અમને વિશેષ આનંદ છે
અબ્દુલ ખુદા મોહમ્મદ અલી સૈયદે જણાવ્યું હતું કે, અમારા ગામમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ હળીમળીને રહે છે અમે ભલે વર્ષોથી ગામથી દૂર રહીએ છે, પરંતુ અમારા ગામ પ્રત્યે અમાપો પ્રેમ અકબંધ છે અને મારા હિન્દુ મિત્રએ જ્યારે મંદિરના જીર્ણોદ્ધારની વાત કરી ત્યારે અમારા ગુજરાતમાં રહેતા મુસ્લિમ ગ્રુપનો સંપર્ક કરીને દાન એકત્રિત કર્યું હતું અમે અમારા હિન્દુ ભાઈઓ માટે મંદિરના નિર્માણમાં મદદરૂપ થયા તેનો અમને વિશેષ આનંદ છે
અમને બોલાવીને 3 લાખનું દાન એકત્રિત કરી આપ્યું
મંદિરના પૂજારી વિજય કુમારજીએ જણાવ્યું હતું કે, મંદિરના જીર્ણોદ્ધાર માટે મે જ્યારે મારા મુસ્લિમ મિત્રને જણાવ્યું, ત્યારે તેને કહ્યું હતું કે, દાન એકત્રિત થશે જ તમે અહીં આવી જાઓ અને અમને બોલાવીને 3 લાખનું દાન એકત્રિત કરી આપ્યું હતું જે બદલ એમના આભારી છીએ અને આજે આ પૈસા લઇ અમે અમારા ગામ પરત જઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS