કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મંગળવારે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં હાઇવે પર બસને ધક્કો મારતા જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશ પરિવહનની બસ વચ્ચેના રસ્તા પર બગડી હતી, જેના કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનો કાફલો પણ અટવાઈ ગયો હતો.