પોરબંદરના લીમડા ચોક ફાટક નજીક ટ્રેન શન્ટિંગ માટે આવી હતી તે દરમ્યાન ટ્રેનના એન્જીનનું પાવર ફેલ્યોર થઈ ગયું હતું, જેના કારણે બે કલાકથી વધુનો સમય સુધી ટ્રેન ચાલુ ન થતા બન્ને ફાટક ખાતે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્રીજા ફાટક પાસે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો, જોકે ત્યાં પણ વાહનોના થપ્પા લાગી જતા અહીં પણ ટ્રાફિક જામ સર્જાયો હતો.