રાજકોટમાં એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં ટ્રાફિક જમાદારના ખેલનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. નીલકંઠ ટોકિઝ પાસે એક ટ્રાફિક વોર્ડન ચિક્કાર દારૂ
પીને દુકાનો અને હોટલો બંધ કરાવવા નીકળ્યો હતો. આ ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું નહોતું. આ ટ્રાફિક જમાદારનું નામ નરભેરામ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં
ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું ન હોય તેમ કહે છે કે, હું શૌચાલય બંધ કરાવું છું, હોટલ બંધ ન કરાવું.