સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 માસના બાળકના મોઢામાં બલૂન ફસાયો હતો. તેમાં રમતા રમતા બાળક બેહોશ થયો હતો. અને બાળકને
તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જેમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો છે.
10 માસના બાળકના મોઢામાં બલૂન ફસાયો
અમરોલી વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. શિવસાંઈ સોસાયટીમાં 10 મહિના બાળક સાથે ચોંકાવનારી ઘટના
બની છે. જેમાં 10 માસના બાળકના મોઢામાં બલૂન ફસાયો હતો. તેથી તે રમતા રમતા બાળક બેહોશ થયો હતો. જેમાં બાળકને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો
હતો. જ્યા ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો છે.