નોર્થ કેરોલિનામાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના કમકમાટીભર્યા મોત

Sandesh 2022-10-14

Views 568

તમામ પ્રયાસો છતાં અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહ્યું નથી. અહીં શુક્રવારે નોર્થ કેરોલિનામાં ફાયરિંગની એક મોટી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતના અહેવાલ છે. આ આંકડો હજી વધી શકે છે. મેયરે જણાવ્યું હતું કે ગોળીબાર રહેણાંક વિસ્તારમાં થયો હતો. જેમાં એક પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત થયા છે. રેલેના મેયર મેરી-એન બાલ્ડવિને જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS