ઉત્તરાખંડમાં જે ખાણકામ માફિયાઓ પર 50,000 રૂપિયાનું ઈનામ હતું તેને પકડવા ગયેલી યુપી પોલીસની ટીમ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બ્લોક પ્રમુખની પત્નીને ગોળી વાગતા મોત નિપજ્યું છે. આ અથડામણમાં SHO સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમાંથી બે પોલીસકર્મીઓને ગોળી વાગી છે.