રાજસ્થાનના ઝાલોરમાં શિક્ષકે બેરહેમીથી વિદ્યાર્થીને માર માર્યો હતો. જેમાં ઝાલોરના સુરાણા ગામમાં 9 વર્ષના વિદ્યાર્થીની ભૂલથી માટલુ અડી જતા શિક્ષકે માર માર્યો હતો. તેમાં શિક્ષકે
માર મારતા વિદ્યાર્થીની કાનની નસ ફાટી ગઇ હતી. જેમાં બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યો હતો. તથા સારવાર દરમિયાન ધોરણ-3માં અભ્યાસ કરતા બાળકનું
મોત થયુ હતુ.
વિદ્યાર્થી ભૂલથી માટલુ અડી જતા શિક્ષકે માર્યો માર
ઉલ્લેખનીય છે કે સાયલા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. તથા મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમજ બાળકના પરિજનને 5 લાખની સહાયની
જાહેરાત કરી છે. તથા સમગ્ર ઘટનામાં ઝડપથી ન્યાય મળે તેવો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેમજ અમદાવાદ સિવિલના ઈતિહાસમાં પ્રથમ વખત રાતે પીએમ થયુ છે. તથા વિદ્યાર્થીનો મૃતદેહ
પીએમ બાદ ઝાલોર મોકલવામાં આવ્યો છે. અને રાજસ્થાન પોલીસ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. વિદ્યાર્થીનું રાત્રે બે વાગે પેનલ પી.એમ.કરવામાં આવ્યું છે.
શિક્ષકે માર મારતા વિદ્યાર્થીની કાનની નસ ફાટી
રાજસ્થાનમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં મોટી ઘટના બની છે. સમગ્ર ઘટનામાં ઝડપથી ન્યાય મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં તંત્રની
સુચના બાદ રાતે બે વાગે પી.એમ થયુ હતુ. નિયમ પ્રમાણે રાત્રે તબીબો પી.એમ. કરતા નથી. તેમાં પહેલી વાર રાત્રે સિવિલ હોસ્પિટલમાં પી.એમ. થયું છે. અને
વિદ્યાર્થીનો મૃતદેહ ઝાલોર ખાતે મોકલવામાં આવ્યો છે.