અમદાવાદઃગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે આ તમામ પાટીદાર પરિવારો એક અને નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી પાટીદાર પરિવાર ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા આજે લેઉવા-કડવા પાટીદારોનું લવ-કુશ સંમેલન યોજવામાં આવ્યું હતું સોલા ભાગવત વિદ્યાપીઠમાં યોજાયેલા સંમેલનમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ડૉતેજસ પટેલ, ડૉજીતુ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેઉવા-કડવા પાટીદારોની એકતાથી લઈ લેઉવા અને કડવા પાટીદારો સ્વભાવ અંગે વાતો કરી હતી માત્ર એટલું જ નહીં, તેમણે વાત વાતમાં સામાજિક અને રાજકીય બાબતો સંબંધે ઈશારા ઈશારામાં ઘણું બધું કહી દીધું હતું તેમણે કહ્યું કે, કડવા છીએ એટલે કે તમે થોડું જાણો જ છો બધું આપણું આખા ગુજરાતમાં અમને બધાને માફ કરી દે મને એનો આનંદ છે કે હું થોડું સાચું બોલું અને સત્ય તો હંમેશા કડવું જ હોય