71મા પ્રજાસત્તાક પર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે કોમર્સ કોલેજના મેદાન પર ધ્વજ વંદન કરાવ્યું હતું એમણે શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને અંજલિ આપી હતી અને નાગરિકોને વિશ્વમાં અજોડ ભારતીય બંધારણના અમલીકરણ પર્વની શુભકામનાઓ પાઠવી હતીધ્વજવંદન કાર્યક્રમ બાદ નીતિન પટેલે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુંડાગર્દી મામલે પ્રશ્ન પૂછતાં ગોળ ગોળ જવાબ આપ્યા હતા મધુ શ્રીવાસ્તવ મામલે સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા તેમણે કહ્યું કે ભાજપના કોઈ પણ કાર્યકર કે હોદ્દેદારોએ મીડિયા સાથે સભ્યતાથી વર્તવું જોઈએ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરવી કે નહીં તે પક્ષ નિર્ણય લેશે