વડોદરા: વડોદરા શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં 11 દેશના દોડવીરો, દિવ્યાંગો સહિત 1 લાખ વડોદરાવાસી દોડ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું