મુંબઈમાં ચરની રોડ પર ડ્રીમલેન્ડ સિનેમા પાસે એક રહેણાક બિલ્ડીંગમાં આગ લાગી છે મળતી માહિતી પ્રમાણે,આ આગ આદિત્યા આર્કેડ ટોપીવાલા લેન પર આવેલી એક ઈમારતમાં લાગી છે આગના સમાચાર મળતાની સાથે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે લગભગ એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ આગમાં ફસાયેલા 8 લોકોનો આબાદ બચાવ કરાયો છે સાથે જ ત્રણ લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
ફાયર વિભાગે આ આગને લેવલ-3ની આગ હોવાની જાહેરાત કરી છે આગ લાગવાનું કારણ હજું સુધી જાણી શકાયું નથી હાલ પણ ફાયર વિભાગની ટીમ આગ ઓલવવામાં લાગી ગઈ છે આ ઉપરાંત હજુ બિલ્ડીંગમાં કેટલા લોકો ફસાયેલા છે તે અંગેની માહિતી મળી નથી