અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે જે હાલ વેરાવળથી 550 કિલોમીટર દૂર છે ગુરુવારે વહેલી સવારે આ વાવાઝોડું દીવ-વેરાવળ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે આ સમયે 110થી 135 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદની શક્યતા છે જેને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં મોટા પાયે નુકસાન થઈ શકે છે