જૂનાગઢ/આટકોટ: આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગડુ પંથકમાં વરસાદના સામાન્ય ઝાપટા પડ્યા હતા કાલે સાંજથી જ વાદળછાયુ વાતાવરણ થયું હતું અને આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો કમોસમી માવઠાના હિસાબે શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે અત્યારે ખેડૂતોએ ઘઉં, ચણા, મકાઇ, બાજરી ધાણા તથા જીરૂના ઉભા પાકમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે સરેરાશ આ વર્ષ મોડું હોવાના કારણે શિયાળુ વાવેતરના પાકમાં જોયે તેવી તંદુરસ્તી નથી અને તેમાં પણ જો માવઠું થાય તો તે પાકમાં વધારે નુકશાનીની શક્યતાઓ છે આટકોટમાં આજે વહેલીસ વારથી જ જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી હાઈવે પર બાજુમાં વાહનો પણ દેખાતા નહોતા એટલો ઝાકળ પડ્યો હતો એસટી સહિતના વાહનો ધીમા પડી ગયા હતા સવારે આઠ વાગ્યા પછી વાહન વ્યવહાર ચાલુ થયો હતો કાલે આટકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો