રાજકોટઃ શુક્રવારે સવારે રેલનગર વિસ્તારમાં આવેલા ઋષિકેશ પાર્ક પાસે ડ્રેનેજની મુખ્ય લાઇન તૂટી જતા સેન્ટ્રલ ઝોન વિસ્તારના અંદાજે 40 ચોરસ કિલો મીટરમાં રહેલી સોસાયટીના ગંદા પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા હતા ત્યાર બાદ આજે(શનિવાર) સતત બીજા દિવસે મહાનગરપાલિકાની પણ બેદરકારી સામે આવી છે શહેરમાં બીજા દિવસે પણ વોર્ડ નં18(કોઠારીયા રોડ, હાપલિયા પાર્ક) પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે