રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના વોટર વિભાગની પાણીની લાઈન વોર્ડ નંબર 13માં તૂટી જવાના કારણે આસપાસની શેરીઓમાં ચોમાસા જેવા દ્રશ્યો નજરે પડ્યા હતા જોકે પાણી વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર થઇ નથી પાણીની લાઈન તૂટી જવાની માહિતી મનપાના ઇજનેરોને મળતા ઘટનાસ્થળ પર પહોંચે રિપેરિંગ કામગીરી શરૂ કરી છે વોર્ડ નંબર 13ના આનંદ બંગલા ચોક પાસે ગુરુવારે રાત્રે પાણીની મુખ્ય લાઇનમાં લોકના કારણે તૂટી જવાના પગલે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મનપાના અધિકારીઓને જાણ કરી હતી