પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂઅને તેના પિતા મોતીલાલ નેહરૂના વિવાદિત વીડિયો મામલે ધરપકડ કરવામાં આવેલી એક્ટ્રેસ પાયલ રોહતગી જામીન પર મુક્ત થઈ છે રિયાલિટી ટીવી શો બિગ બોસનો હિસ્સો રહેલીપાયલે જેલમાંથી બહાર આવતા જ સોશિયલ મીડિયા પર લાઇવ કર્યું હતું અને કહ્યું હતું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તેથી ત્યાં અભિવ્યક્તિની આઝાદી નથી હું સોશિયલ મીડિયા પર મારા વિચાર વ્યક્ત કરવાનું બંધ નહીં કરુંપાયલે જણાવ્યું કે, જેલમાં તેની સાથે રહેલી મહિલા કેદીઓએ પૂરો સહયોગ આપ્યો હતોપાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે નેહરુ પરિવાર પર વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતોજે બાદ તેની સામે રાજસ્થાનના બુંદીમાં ફરિયાદ થઈ હતી અને અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી