છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આજકાલ એક ટ્રાફિક જવાન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે તે જે રીતે તેની હટકે સ્ટાઈલથી ટ્રાફિકનું નિયમન કરાવે છે તે જોવા માટેપણ લોકો બેઘડી રોકાઈ જાય છે લોકોના માટે પણ આ એક લ્હાવો છે કેમ કે તે સર્કલ પર ડાન્સિંગ સ્ટેપ કરતાં કરતાં વાહનોનું નિયમન કરે છે તેની સ્ટાઈલ જોઈને લોકોનાચહેરા પર પણ મંદમંદ સ્માઈલ આવી જાય છે મોહસીન શેખ નામનો આ ટ્રાફિક મેન તેની જોબમાં કંઈક નવો પ્રયોગ કરવા માટે આ રીતે ડાન્સ સ્ટેપ સાથે લોકોને ગાઈડ કરે છેઈન્દોરના રણજીતસિંહ બાદ હવે આ જવાન પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે