મનિષ પારીક, પાટડી: અમદાવાદ - પાટડી રેલ રુટ માલવણ-બેચરાજી હાઇવે પર ફાટક છે પરંતુ ફાટક મેન ના હોવાથી માલગાડીમાં સવાર ગાર્ડ જ ટ્રેન ફાટક પર આવે તે પહેલા થોડે દૂર ઉતરી જાય છે અને ફાટક પર બાંધી રાખેલો તાર એક છેડેથી બીજા છેડા સુધી બાંધે છે આ રીતે સામેની દિશામાં પણ બે છેડે તાર બાંધી રોડ પરનો વાહનવ્યવહાર અટકાવી ટ્રેનને સલામત રીતે પસાર કરાવે છે માલગાડી પસાર થઇ ગયા બાદ તાર છોડી નાખી ફરી પાછો માલગાડીમાં સવાર થઇ આગળની મુસાફરીનો આરંભ કરે છે સામાન્ય રીતે માનવ વિહોણા ફાટક પર ગાર્ડ ઉતરીને ફાટક બંધ - ખોલ કરતા હોય છે પરંતુ અહીંયા તો ફાટક કાર્યાન્વિત હાલતમાં ના હોવાથી તાર બાંધી જિંદગીને દોડતી રાખવાનો જુગાડ કરવામાં આવ્યો છે આ રૂટ પરથી રોજ માલગાડીની બે ટ્રીપ હોય છે અને આ પંથકમાં આવા 7 જેટલા ફાટક છે જ્યાં ફાટક છે, ટ્રેન છે, ગાર્ડ છે પરંતુ વ્યવહાર તો લોખંડના એક તાર પર ટકેલો છે