મધ્ય પ્રદેશમાં જ્યાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ તેનો કહેર વરસાવી રહ્યો છે તેવામાં દેવાસનો એક ડરમણો વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે કાંઢે વહેતા કાંસની સામે પાર જવા માટે સ્થાનિકો કેવી જોખમી રીત અપનાવવા માટે મજબૂર છે ગામની મહિલાઓ નીચે વહી જતા ધસમસતા પાણીની ઉપરથી પસાર થવા માટે માત્ર બે દોરડાઓનો સહારો લે છે આ રીતે અવરજવર કરવા માટે જીવ જોખમમાં નાખવાની આ મજબૂરી એ તંત્રની લાપરવાહી દર્શાવે છે સામે સામે છેડે બાંધેલા દોરડાના સહારે આગળ વધતી મહિલાઓને જોઈને કોઈ પણ વ્યક્તિ ડરી જાય કેમ કે આ રીતે હવામાં ઝોલાં ખાતાં ખાતાં આગળ વધવું એટલું આસાન પણ નથી હોતું એવું પણ નથી હોતું કે માત્ર મહિલા જ આ રીતે આ નાળું પસાર કરે છે ઘણા કિસ્સાઓમાં તો પીઠ પાછળ બાળકને બેસાડીને સામે કિનારે જવાની લાચારી પણ જોવા મળે છે હવામાં લટકતાં પાતળાં બે દોરડાં એ જ તેમનો પુલ છે જેના સહારે તેઓ એક બાજુથી બીજી બાજુએ જાય છે લોકોએ પણ નિર્દોષોની જિંદગીને આ રીતે સર્કસના ખેલ જેવી બનાવી દેનાર તંત્રને આડે હાથે લીધું હતું