ઈન્ડિયન રિઝર્વ બટાલિયનની નવમી કેડરની અનોખી પરેડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે IRBn જવાનોની પરેડકરવાની આ અનોખી સ્ટાઈલ જોઈને યૂઝર્સ પણ ખુશ થઈ ગયા હતા નાગાલેન્ડની આ બટાલિયન માટે રૂટિનના ભાગરુપે કરવામાં આવતી આમાર્ચ પાસ્ટમાં ઈન્સ્ટ્રક્ટર બૉલિવૂડના જાણીતા સોંગ ઢલ ગયા દિનને ગાતા જોવા મળે છે જેમાં ઈન્સ્ટ્રક્ટર દ્વારા ગવાતા આ ગીતની બિટ્સનીસાથે જ જવાનો અન્ય અનોખી રિધમ બનાવીને આગેકૂચ કરે છે લોકલ મીડિયાના જણાવ્યા મુજબ ઘણા ઈન્સ્ટ્રક્ટર રૂટિન પરેડમાં પણજવાનોમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થાય તે માટે આ પ્રકારના હટકે પ્રયોગો કરતા જ હોય છે, જેથી રોજનું કામ કે કસરત પણ કરવામાંમજા આવે તમને જણાવી દઈએ કે 1970માં આવેલી હિન્દી ફિલ્મ હમજોલીમાં જીતેન્દ્ર અને લીના ચંદાવારકર પર આ "ઢલ ગયા દિન, હો ગઈ શામ" ગીત ફિલ્માવ્યું હતું સિતેરના દસકનું આ સોંગ આજે પણએટલુંજ લોકપ્રિય છે