અમદાવાદ:સાબરમતી રીવરફ્રન્ટ પરિસરમાં આજથી(મંગળવાર) પ્રારંભ થયો છે આ પતંગોત્સવમાં વિશ્વના 43 દેશોના 153 પતંગબાજ સહિત ભારતના 12 રાજ્યના 115 પતંગબાજ અમદાવાદ અને ગુજરાતમાં પતંગ ચગાવવા માટે આવ્યા છે જો કે બધા પતંગબાજો વચ્ચે દિવ્યાંગ પતંગબાજોની ટીમ પણ જોડાઈ હતી મીટ ડિસએબિલિટી કાઈટ ક્લબે વ્હીલચેર અને કાખઘોડી સાથે પતંગો ઉડાવ્યા હતા દિવ્યાંગોની આ ટીમમાં સોનલબહેન વસોયા, રણજિત ગોહિલ, જાગૃતિ પટેલ, ચંદુ ભાટીનો સમાવેશ થાય છે ખાસ કરીને ચાંદખેડામાં રહેતા અને દિવ્યાંગ સોનલ બહેન વસોયાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2010થી ભાગ લઈ રહી છું ઈન્ટરનેશનલ એથ્લેટ એવા સોનલ બહેન 85 ટકા વિકલાંગ છે તેમજ તેઓ પેરા ઓલિમ્પિકમાં પણ ભાગ લેવાના છે